રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ટેક્નિશિયન ગ્રેડ-I અને ગ્રેડ-III (CEN.No.02/2025) માટે 6180 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે રેલ્વેમાં નોકરી મેળવવા માગો છો, તો આ એક સુવર્ણ તક છે! અરજી ઓનલાઇન 28 જૂન 2025 થી 28 જુલાઈ 2025 સુધી rrbapply.gov.in પર કરી શકાશે.
RRB Technician ભરતી 2025: મુખ્ય માહિતી
- સંસ્થા: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)
- પોસ્ટ: ટેક્નિશિયન (ગ્રેડ-I અને ગ્રેડ-III)
- કુલ જગ્યાઓ: 6180
- અરજી શરૂઆત: 28 જૂન 2025
- અરજી છેલ્લી તારીખ: 28 જુલાઈ 2025
- ઓફિસિયલ વેબસાઇટ: www.rrbapply.gov.in
શૈક્ષણિક યોગ્યતા
- ટેક્નિશિયન ગ્રેડ-I: સંબંધિત ટ્રેડમાં ITI અથવા ડિપ્લોમા.
- ટેક્નિશિયન ગ્રેડ-III: બી.ટેક/બી.ઇ અથવા સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 33 વર્ષ
- સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટ લાગુ પડે છે.
પગાર
- ટેક્નિશિયન ગ્રેડ-I: ₹29,200/- (મૂળભૂત)
- ટેક્નિશિયન ગ્રેડ-III: ₹19,900/- (મૂળભૂત)
અરજી ફી
- જનરલ/OBC/EWS: ₹500/-
- SC/ST/મહિલા: ₹250/-
પસંદગી પ્રક્રિયા
- કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT)
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ ટેસ્ટ
RRB Technician માટે અરજી કેવી રીતે કરવી?
- ઓફિસિયલ વેબસાઇટ www.rrbapply.gov.in પર જાઓ.
- “Apply Section” પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન કરો.
- મોબાઇલ નંબર, ઇમેઇલ, નામ વગેરેનો ઉપયોગ કરી ફોર્મ ભરો.
- લોગિન કરી શૈક્ષણિક યોગ્યતા, ઉંમર, સરનામું વગેરે ભરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણિક દસ્તાવેજો) અપલોડ કરો.
- ફી ભરો (જો લાગુ પડતી હોય).
- સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ લિંક્સ
- નોટિફિકેશન: ડાઉનલોડ કરો
- અરજી કરો: Apply Online
- ઓફિસિયલ વેબસાઇટ: RRB Official Website