અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા IGP ગ્રાઉન્ડ પર એક ગંભીર વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી મુજબ, એર ઇન્ડિયાના બોઇંગ વિમાન નંબર 171, આજે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભર્યા બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરમાં ક્રેશ થયું છે. આ વિમાનમાં સવાર થયેલા યાત્રીઓની યાદી જાહેર થઈ છે.
અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક મોટા પ્રમાણમાં મદદરૂપ થઈ પહોંચી છે. સુરક્ષાની દૃષ્ટિએ સમગ્ન વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે અને બધા જ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ વિમાનમાં સવાર થયેલા યાત્રીઓની સંપૂર્ણ યાદી (નામ સાથે) નીચે આપેલ છે.
પહેલાં મળેલ અનિચ્છનીય માહિતી મુજબ, 100 થી વધુ લોકોના મૃત્યુની આશંકા છે. આ દુર્ઘટના સંબંધમાં કેટલાક સ્ત્રોતો દાવો કરે છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હોઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિમાન ઉડાન ભર્યા માત્ર બે મિનિટ પછી જ ક્રેશ થયું હોવાથી, ટક્કર ખૂબ જ ગંભીર અને વિનાશક હતી. ઘટનাস্থળના કેટલાક વિડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોતા લોકોમાં ડર અને શોકનું વાતાવરણ સર્જાયું છે. સ્ત્રોતો મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ સંખ્યા વધી શકે છે.
એક મહત્વપૂર્ણ વાત એ છે કે ક્રેશ થયેલ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. તેમની સ્થિતિ વિશે હજુ સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના DGP સાથે સંપર્ક કરી વિગતો મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક એમર્જન્સી મોડમાં પ્રવેશ કર્યો છે. એનએસજી (NSG) દળોએ પણ બચાવ કાર્યમાં આગળપડતો ભાગ લીધો છે.
આ દુર્ઘટના બાદ, અમદાવાદ એરપોર્ટની રનવે અનિશ્ચિત કાળ માટે બંધ કરવામાં આવી છે અને અન્ય તમામ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના સંબંધમાં સમગ્ર રાજ્યમાં ચિંતા અને શોકનું વાતાવરણ છવાયું છે.