WhatsApp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો

CSK vs PBKS પંજાબ છેલ્લા બોલ પર ત્રણ રન બનાવીને જીત્યું: ચેન્નાઈ 200+નો ડિફેન્ડ કરતી વખતે પ્રથમ વખત હારી

Chennai Super Kings vs Punjab Kings, IPL 2023ની 41મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ IPL ઈતિહાસની 999 મેચ છે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબ સામે ચેન્નઈની ટીમનો અગાઉનો રેકોર્ડ સારો રહ્યો નથી. ચેન્નઈ પંજાબ સામે છેલ્લી ત્રણેય મેચ હારી ચૂક્યું છે. આ સ્થિતિમાં ધોનીની ટીમ જીત મેળવવા પ્રયાસ કરશે. IPLની આ સિઝનમાં બંને ટીમો અગાઉ 25મી એપ્રિલે સામસામે રમી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક રીતે 11 રને જીતી લીધી હતી. ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.

જ્યારે પંજાબ કિંગ્સ છઠ્ઠા નંબર પર છે. ચેન્નઈએ પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ કિંગ્સને 201 રનનો ટાર્ગેટ મળ્યો છે. પંજાબ તરફથી ઇમ્પેક્ટ પ્લેયર પ્રભસિમરન સિંહ અને શિખર ધવન ઓપનિંગમાં આવ્યા હતા. બન્નેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે તુષાર દેશપાંડેએ પાવરપ્લેમાં શિખર ધવનને આઉટ કર્યો હતો. તો જાડેજાએ પ્રભસિમરન સિંહને આઉટ કર્યો હતો. અથર્વ તાયડે પણ જાડેજાની બોલિંગમાં આઉટ થયો હતો.

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. ચેન્નાઈની ટીમ 200થી વધુના સ્કોરને ડિફેન્ડ કરતી વખતે પ્રથમ વખત હારી છે. ચેપોક મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટે 200 રન બનાવ્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો.

CSK 20 ઓવરમાં 200/4

CSK 15 ઓવરમાં 146/2

CSK 10 ઓવરમાં 90/1

CSK 05 ઓવરમાં 41/0

ચેન્નાઈ – કોણે કેટલા રન બનાવ્યા

  1. ઋતુરાજ ગાયકવાડ 31 બોલમાં 37 રન બનાવી આઉટ થયો
  2. ડેવોન કોનવે 52 બોલમાં 92 રન બનાવી અણનમ રહ્યો
  3. શિવમ દુબે 17 બોલમાં 28 રન બનાવી આઉટ થયો
  4. મોઈન અલી 06 બોલમાં 10 રન બનાવી આઉટ થયો
  5. રવિન્દ્ર જાડેજા 10 બોલમાં 12 રન બનાવી આઉટ થયો
  6. મહેન્દ્ર સિંહ ધોની 04 બોલમાં 13 બનાવી અણનમ રહ્યો

પંજાબ – કોણે કેટલી વિકેટ લીધી અને કેટલા રન આપ્યા

  1. અર્શદીપ સિંહે 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી
  2. કાગીસો રબાડાએ 04 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી
  3. સેમ કરણ 04 ઓવરમાં 46 રન આપી 01 વિકેટ લીધી
  4. રાહુલ ચાહર 04 ઓવરમાં 35 રન આપી 01 વિકેટ લીધી
  5. સિકંદર રઝા 03 ઓવરમાં 31 રન આપી 01 વિકેટ લીધી
  6. લિયામ લિવિંગસ્ટોન 01 ઓવરમાં 16 રન આપી એક પણ વિકેટ ન લીધી

પંજાબ કિંગ્સની પ્લેઇંગ XI

પંજાબ કિંગ્સ: અથર્વ ટાયડે, શિખર ધવન (સી), લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, સેમ કરણ, જીતેશ શર્મા (વિકેટમેન), શાહરૂખ ખાન, હરપ્રીત સિંહ ભાટિયા, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (સી), મતિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિખોન

ચેન્નઈનો સ્કોર 20 ઓવરમાં 200 રન થયો

પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નઈ તરફથી ડેવોન કોનવેએ શાનદાર 92 રનની ઈનિંગ રમી હતી. મેચના અંતમાં ધોનીએ છેલ્લા બે બોલમાં છગ્ગા ફટકાર્યા હતા.

ચેન્નઈની ચોથી વિકેટ પડી

ચેન્નઈ સુપર કિંગ્સની ચોથી વિકેટ 185 રનના સ્કોર પર પડી છે. રવિન્દ્ર જાડેજા 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો છે. સેમ કરને તેને લિયામ લિવિંગસ્ટોનના હાથે કેચ કરાવ્યો હતો.

ચેન્નઈની ત્રીજી વિકેટ પડી

ચેન્નઈ સુપર કિંગ્સની ત્રીજી વિકેટ 158 રનના સ્કોર પર પડી છે. મોઇન અલી છ બોલમાં 10 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.

ચેન્નઈએ બીજી વિકેટ ગુમાવી

ચેન્નઈએ 130 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી છે. શિવમ દુબે 28 રન બનાવીને આઉટ થયો હતો.

ચેન્નઈનો સ્કોર 100 રનને પાર થયો

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટના નુકસાને 100 રનને પાર થઈ ગયો છે. ડેવોન કોનવેએ શાનદાર ઈનિંગ રમતા ફિફ્ટી ફટકારી છે. ઋતુરાજના આઉટ થયા બાદ શિવમ દુબે ક્રિઝ પર આવ્યો હતો અને શરૂઆતથી જ મોટા શોટ રમી રહ્યો છે. કોનવે સાથે તેની ભાગીદારી સારી થઈ રહી છે.

ચેન્નઈએ પ્રથમ વિકેટ ગુમાવી

ચેન્નઈની ટીમે પ્રથમ વિકેટ 86 રનના સ્કોર પર ગુમાવી છે. ઋતુરાજ ગાયકવાડ 31 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો છે. સિકંદર રઝાએ તેને વિકેટકીપર જીતેશ શર્માના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો.

ચેન્નઈનો સ્કોર 50 રનને પાર થયો

પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 50 રનનો સ્કોર પાર થયો છે. ચેન્નઈએ પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 57 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે સારા લયમાં છે. બંને મોટી ભાગીદારી કરીને ચેન્નઈને મોટા સ્કોર તરફ લઈ જવા પ્રયત્ન કરશે.

ચેન્નઈની બેટિંગ શરૂ

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ શરૂ કરી છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે.

CSK vs PBKS IPL 2023 Cricket Match Score

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની 41મી મેચમાં, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ પંજાબ કિંગ્સ સામે રમવામાં આવી રહી છે. ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને 200 રન બનાવ્યા. હવે પંજાબ કિંગ્સ જીતવાના ઈરાદા સાથે માટે મેદાનમાં ઉતરી હતી અને 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 201 રન બનાવી રોમાંચક જીત મેળવી છે.

આ પણ વાંચો

છેલ્લી ઓવરનો છેલ્લો બોલ નિર્ણાયક

મતિશા પાથિરાનાએ ચેન્નાઈ તરફથી 20 ઓવર નાખવાનું શરૂ કર્યું. પંજાબને જીત માટે 6 બોલમાં 8 રનની જરૂરત હતી. અંતિમ ઓવરના પ્રથમ બે બોલમાં 2 રન જ ગયા અને ત્રીજા બોલમાં એક પણ રન ન આવ્યો. ચોથા બોલમાં બે રન અને પાંચમા બોલમાં 2 રન પંજાબને મળ્યા. હવે અંતિમ બોલે પંજાબને જીતવા 3 રનની જરૂર હતી, સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. જો બે રન આવે તો સુપર ઓવર થાય તેમ હતું, અને પાથિરાનાએ છેલ્લો બોલ નાખ્યો અને બોલ સ્ટમ્પ પર ધીમો હતો, રઝાએ બેટ ગુમાવી દીધુ અને સામે શાહરૂખ ખાને પણ ફાસ્ટ રનિંગ કરી ત્રણ રન દોડી લઈ શાનદાર જીત મેળવી.

પંજાબના કેપ્ટન શિખર ધવને પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. ચેન્નાઈની ટીમ 8 મેચમાં 10 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. પંજાબની ટીમ 8માંથી 4 મેચ જીતીને છઠ્ઠા સ્થાને છે. છેલ્લી મેચમાં બંને ટીમોને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં બંને જીતના માર્ગ પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા
અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો