RTE પ્રવેશ પરિણામ જાહેર 2023: જુઓ તમારા બાળક ને કઈ સ્કૂલમાં એડમિશન મળ્યું

RTE Result 2023: RTE પ્રવેશ પરિણામ જાહેર : ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. પ્રવેશપત્ર (Admit Card) ડાઉનલોડ કરવા માટે https://rte.orpgujarat.com/ પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી જે તે શાળામાં તા. 13-05-2023 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવો. અન્યથા આપનો આર.ટી.ઈ હેઠળનો પ્રવેશ રદ થશે.

RTE પ્રવેશ પરિણામ 2023 જાહેર

RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા. ૦૪/૦૫/૨૦૨૩નાં રોજ બહાર પાડવામાં આવશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે.

વાલી માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો

 • આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
 • રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
 • પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું .
 • ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
 • ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .

RTE એડમિટ કાર્ડ 2023

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

 • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
 • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
 • હવે Admit Card પર ક્લિક કરો
 • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ
 • Result તમારી સ્ક્રીન પર જોવા મળશે

RTE હેલ્પલાઈન નંબર

 • કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

 1. ગુજરાત TET 2023 એપ્લિકેશન ફોર્મ: TET-I અને II પરીક્ષાની તારીખ, પાત્રતા, ટેસ્ટ પેટર્ન, ઓનલાઈન પ્રક્રિયા લાગુ કરો અને વધુ
 2. CBSE 2023-24 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, હવે 11 માર્ચ 2024 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે, 1 મહિનો વેકેશન અને 21 દિવસનું દિવાળી વેકેશન મળશે
 3. AAU ભરતી 2023: B.Sc માટે ટેકનિકલ આસિસ્ટન્ટ જોબ માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ. સ્નાતકો!
 4. આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023: ખેડૂતો ને મળશે મોબાઈલ, ખેડૂત સ્માર્ટફોન સહાય
 5. ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ધોરણ-12 ના પરિણામની તારીખ જાહેર

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/
RTE પ્રવેશ પરિણામ ચેક કરો અહીં ક્લિક કરો
RTE પ્રવેશ 2023 નોટીફીકેશન અહીં ક્લિક કરો
RTE પ્રવેશ માટેની અરજી લિંક થોડા સમય માં લિંક મુકીશું

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RTE પ્રવેશ પેહલો રાઉન્ડ કઈ તારીખે જાહેર થશે ?

 • RTE એડમિશન પેહલો રાઉન્ડ 04 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે

RTE પરિણામની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

 • RTE Result 2023 Official Website https://rte.orpgujarat.com/
Scroll to Top